ડાબે પડખે સુવાથી અનેક શારીરિક લાભ થાય છે. હા, એ ખરું કે રાત્રે કે દિવસે જયારે સુઇએ ત્યારે સઘળો વખત એક પડખે સુઈ શકવું શક્ય નથી. છતાં ૭૦% સમય તો ડાબે પડખે સુવું જરૂરી છે. આથી જ આપનું આરોગ્ય શાસ્ત્ર ‘વામકુક્ષી’ ની ભલામણ કરે છે. વળી જમ્યા પછી એક કલાક પછી સુવું.
ડાબે પડખે સુવાથી હ્રદય અને પેટ સંબંધી રોગો, થાક, પેટનું ફૂલવું, મળત્યાગ વિગેરે સમસ્યાઓમાં ઘટાડો થાય છે. જે લાંબે ગાળે નિર્મૂળ થાય છે. આથી ઉલટું જમણી બાજુ સુવાથી અનેક વિપરીત અસરો થાય છે. ડાબે પડખે સુવાથી શરીરના ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. હૃદય અને પેટ –જઠર પર દબાણ આવતા નથી. હૃદયને પુરતું લોહી પહોચતું હોવાથી તેને બોજ- રહિત સ્થિતિમાં રાખી શકાય છે.
વળી, ચત્તા સુવાથી શ્વાસ અને અસ્થમાનો વ્યાધી વધી જાય છે. અને ન હોય તો લાગુ પડી શકે છે. જે ડાબે પડખે સુવાથી તેનો ભય રહેતો નથી. આવા દર્દી માટે ચત્તા સુવું એ ઘાતક છે. ડાબે પડખે સુવાની ટેવ પાડતા પાડતા વખત જતા ફાવટ આવી જાય છે. વળી આરોગ્યશ્સ્ત્રમાં એમ પણ કહેવાયું છે , ‘ચત્તો સુવે એ રોગી, ઉન્ધો સુવે તે ભોગી, જમણે સુવે એ જોગી અને ડાબે સુવે તે નિરોગી.’
ડાબે પડખે સુવાથી પેર અને સ્વાદુપિંડ સરળતાથી કાર્ય કરી શકે છે આથી સરવાળે પાચન શક્તિ મજબૂત બને છે. સ્વાદુપિંડમાંથી એન્જાઈ રસાયણ સરળતાથી નીકળતું હોવાથી પાચનક્રિયા સારી થાય છે. અમે મળત્યાગની મુશ્કેલી થતી નથી. વળી ડાબે પડખે સુવાથી ગુરુત્વાકર્ષણ ના નિયમને આધારે ભોજન નાના આંતરડામાંથી મોટા આંતરડા તરફ પસાર થાય છે આથી પાચન થતા દસ્ત સાફ અને સંપૂર્ણ આવે છે.
વળી જઠર અને કીડની વિષાક્ત પદાર્થો સરળતાથી શરીરની બહાર કાઢી શકે છે. પિત્તાશય પિત્તરસ સારી રીતે તૈયાર કરી અપચો અને પિતની મુશ્કેલી થી બચાવે છે. ચરબી જમા થતી નથી. આથી મેદસ્વીતા થી દુર રહી શકાય છે.
ડાબે પડખે સુવાથી હ્રદય સુધી લોહી સરળતાથી પહોચી શકે છે આથી હૃદય સંબંધી કોઈ તકલીફ કે રોગો થતા નથી કે અંકુશમાં રહે છે. છાતીમાં દુખાવો કે બળતરા થતી નથી. આમ ડાબે પડખે સુવાના અનેક લાભ છે. આપણે તેને અપનાવીશું તો આપોઆપ અનુભવી શકશું.